એક દિન હતો ...........
એક દિન હતો , એક પળ હતી , એક આંખડી ચંચળ હતી ,
ને પ્રાણ ના ઉપવન વિશે ઊર્મિ -નદી ખલ ખલ હતી ,
ને જે પરાયા થઇ પડ્યા હતા દૂરની ભૂમિ પરે ,
રે,તેમને સૌને નજીકમાં આણવાની કળ હતી !
એક દિન હતો , એક પળ હતી !
તે દિન ગયો ,તે પળ ગઈ ,તે આંખડી ચંચલ ગઈ ,
તે ઊર્મીયો ગળગળ ગઈ ,તે જિંદગી વિહવળ ગઈ ,
યૌવન ગયું ,ઉપવન ગયું ,જીવન ગયું,નંદન ગયું,
નર્તન ગયું ,કીર્તન ગયું : બાકી હવે ક્રંદન રહ્યું !
એક દિન હતો, એક પળ હતી !
- કરશનદાસ માણેક